ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન શરૂ થાય એ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમમાં સામેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેમ્સ પહેલાં ઓપનર દેવદત્ત પડિક્કલ પણ સંક્રમિત થયો હતો, જોકે હવે પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટ પહેલાં અત્યાર સુધીમાં કુલ 25 લોકો સંક્રમિત થયા છે. RCBએ આ અંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ફ્રેન્ચાઈઝ સેમ્સના સંપર્કમાં છે. મેડિકલ ટીમ તેને સતત મોનિટર કરી રહી છે, તેમજ BCCI પ્રોટોકોલ્સનું પાલન થઈ રહ્યું છે.