દેશમાં વધતા જતા કોરોના સંકમણે અનેક લોકોના જીવ લીધા છે. વધતા જતા કેસ અને વધતા જતા મૃત્યુ આંક સમગ્ર વિશ્વમાં સૌથી પ્રથમ નંબરે ભારત છે. ત્યારે ટેલિવિઝન ક્ષેત્રના જાણીતા મોટા પત્રકાર રોહિત સરદાનાનુ કોરોનાના કારણે નિધન થયુ છે. 30 એપ્રિલે સવારે હાર્ટએટેકના કારણે તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું.રોહિત સરદાનાના નિધન પર અનેક લોકોએ દુખ વ્યક્ત કર્યુ છે. .થોડા દિવસો પહેલા રોહિતને કોરોના વાયરસથી પણ સંક્રમણ લાગ્યું હતુ. પરંતુ બાદમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રોહિત સરદાનાના નિધન પર પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. આજતક ચેનલમાં તેઓ કાર્યરત હતા અને અગાઉ પણ મોટા મીડિયા સંસ્થાઓમાં કામ કર્યું હતું અને પોતાની અલગ ઓળખ બનાવી હતી. રોહીત સરદાના દસ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા પરિવારમાં તેમની 2 પુત્રીઓ છે.