ભાજપની સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને શકમંદ લેટર મોકલનારા શખ્સને એમપી એટીએસ ઝડપી લીધો છે. સંદિગ્ધ લેટર મોકલનારો શખ્સ મહારાષ્ટ્રના નાંદેડ જીલ્લાનો તબીબ સૈયદ અબ્દુલ રહેમાન છે. ભોપાલ લોકસભા સાંસદને સંદિગ્ધ પત્ર મળતાની સાથે ભોપાલ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોતાના નિવાસસ્થાને આવા 3 થી 4 પત્ર આવ્યાં હતા જેની અંદર રાસાયણિક પાઉડર પણ હતો અને ઉર્દુમાં લખાણ લખેલું હતુ. જેને આધારે મધ્યપ્રદેશની એટીએસની ટીમે શોધખોળ કરતા પત્રનુ પગેરુ મહારાષ્ટ્ર નીકળ્યું હતું. નાંદેડ જીલ્લાના ધાનેગાવમાં રહેતા તબીબ સૈયદ અબ્દુલ રહેમાને આ પત્ર મોકલ્યાં હતા જે અગાઉ આવા લેટર મોકલવામાં ઝડપાઈ ચુકયો છે. છેલ્લા 3 મહિનાથી પોલીસની નજરમાં હતો અહીથી તેણે કેટલાંક સરકારી અધિકારીઓને આવા પત્ર મોકલ્યાં હતા.