ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ડિજિટલ પ્લેટફોર્મ પર ચમકશે

ભારતની ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝુકાવી રહી હોવાની જાણકારી મળી હતી. ટ્યુબરક્લોસીસ (ટીબી)ની બીમારી વિશે લોકજાગૃતિ કેળવવા બની રહેલી વેબ સિરિઝમાં સાનિયા ચમકશે. એમટીવી નિષેધ અલોન ટુગેધરમાં સાનિયા ચમકશે.  આ એક કાલ્પનિક સિરિયલ હશે એવું સાનિયાએ કહ્યું હતું. એણે કહ્યું કે આપણા દેશમાં ટીબી એક બહુ જૂનો રાજરોગ છે, કેટલાક કિસ્સામાં તો ત્રીસ વર્ષના યુવાનોમાં પણ ટીબી જોવા મળ્યો છે. ટીબી વિશેની ગેરસમજો દૂર કરીને એની સારવાર અંગે તેમજ એનાથી બચવાની જરૂરિયાત સમજીને લોકશિક્ષણન ભાગ રૂપે આ સિરિયલ બનાવવાનો એના સર્જકોનો હેતુ હતો. આ એક સંદેશાત્મક સિરિયલ હશે. જે ચીજો કે પરંપરાઓ દેશને નુકસાન પહોંચાડી રહી હતી એવી તમામ સમસ્યાઓ તરફ યુવા પેઢી સજાગ અને સંવેદનશીલ છે. આ કન્સેપ્ટ મને ગમ્યો એટલે મેં સિરિયલ કરવાની હા પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *