USA T-20 લીગમાં લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સના માલિક કિંગખાન

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા ઇન્ડિયન પ્રીમિયર લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગ પછી હવે USA T-20 લીગમાં પણ ટીમ ખરીદશે. તે લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સ ટીમનો માલિક બનશે. અમેરિકન T-20 લીગમાં 6 ટીમ હશે. આ ટીમો ન્યૂયોર્ક, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, શિકાગો, ડલાસ અને લોસ એન્જેલસ હશે. સૂત્રો અનુસાર, આ ટૂર્નામેન્ટ 2022માં શરૂ થશે. ACEના કો-ફાઉન્ડર્સમાંથી એક વિજય શ્રીનિવાસને ક્રિક્બ્ઝને કહ્યું હતું કે “નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝ આ લીગનો ભાગ બની રહી છે. આ વાત અંગે અમે ઘણા ઉત્સાહિત છીએ. આનાથી અમેરિકન ક્રિકેટને ફાયદો થશે અને પ્રોત્સાહન મળશે. આ સારી વાત છે કે તેઓ શરૂઆતથી લીગ સાથે જોડાઈ રહ્યા છે. તેમનું ઈન્વેસ્ટમેન્ટ અમારા પ્લાનને વેલિડેટ કરે છે. અમેરિકન ક્રિકેટ માટે આ લોન્ગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે.” શાહરુખ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને CPLમાં ત્રિનિદાદ એન્ડ ટોબેગો નાઈટ રાઈડર્સ (TKB) ટીમના માલિક છે. KKR બે વાર 2012 અને 2014માં ટાઇટલ જીતી, જ્યારે TKB 4 વાર 2020, 2018, 2017 અને 2015માં CPL ચેમ્પિયન રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *