સિંગર રાહુલ વૈદ્ય નુ ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયુ છે એટલુ જ નહિ કોઈ હેકરે એકાઉન્ટ હેક કરીને તેના પરથી કેટલાક વિચિત્ર વીડીયો પર પોસ્ટ કરી દીધા છે જેના લઈને તેની પરેશાનીનો પાર નથી. ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’માં જવાની તૈયારી કરી રહ્યા છે. તેવા સમયે રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે. રાહુલ વૈદ્યને એકાઉન્ટ હેકની જાણકારી તેના ફોલોવ ર્સ પાસેથી મળી હતી તેણે ખુદ ઈન્સ્ટાગ્રામ થી આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે આ વિડીયોઝ તેમણે પોસ્ટ નથી કર્યા, આ કામ હેકરનું હોઈ શકે છે.‘મારુ ફેસબુક પેજ હેક કરાયુ છે. કોઈ હેકર દ્વારા પોસ્ટ કરાયેલા વિડીયોઝને ઈગ્નોર કરવા વિનંતી. હું એકાઉન્ટને જેટલું બને તેટલુ જલ્દી રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છું.’ મહત્વનું છે કે સિંગર રાહુલ વૈદ્યે બિગ બોસ 14માં ભાગ લીધો હતો