સોમનાથ ટ્રસ્ટે હૉસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે 50 લાખ ફાળવ્યા

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને હવે અનેક ધાર્મિક સ્થાનો મદદ માટે આગળ આવ્યા છે. કોરોના મહામારીમાં લોકો જ્યારે હૉસ્પિટલમાં ઑક્સિજન માટે રઝળી રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ હોય કે સેવાભાવી સંસ્થા કે પછી કોઈ પણ પક્ષના નેતા, તમામ લોકો શક્ય મદદ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટે હોસ્પિટલ સ્થાપવા માટે 50 લાખ ફાળવ્યા છે. બીજી તરફ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓક્સિજન પ્લાન્ટ માટે મદદ માટે આગળ આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ જ્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ રીતે ઓક્સિજન પ્લાન્ટ માટે 75 લાખ રૂપિયા એકઠા કરાયા છે. કોરોનાના કેસને ધ્યાનમાં લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ, પ્રભાસ પાટણમાં ટિફિન સેવા તેમજ કોવિડ કેર સેન્ટર માટે 73 રૂમનું લીલાવતી ભવન સજજ કરાયુ છે. આ ઉપરાંત પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરીયાત મુજબ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખ રૂપિયા આપશે. જિલ્લા આરોગ્ય કેન્દ્રના સુપરવિઝન હેઠળ ઓક્સિજન પ્લાન્ટ ત્રમ અઠવાડિયામાં કાર્યરત થશે. પ્લાન્ટ કાર્યરત થવાથી રોજના 51થી વધુ સિલિન્ડર જેટલો ઓક્સિજન મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *