દક્ષિણ કોરિયાની કંપની 90,000 કરોડનુ દેશમાં કરશે રોકાણ

કોરોના કાળમાં પણ આર્થિક મોરચે ભારત માટે સારા ખબર છે.ભારતમાં વિદેશી મૂડી રોકાણનો પ્રવાહ ચાલુ જ રહ્યો છે અને હવે તેમાં પણ નવો રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. ઓરિસ્સાના સ્ટીલ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની મશહૂર સ્ટીલ કંપની પોસ્કો દ્વારા 12 અબજ ડોલર એટલે કે અધધ..90000 કરોડ રુપિયાનુ મૂડી રોકાણ કરવામાં આવશે. જે ભારતનુ અત્યાર સુધી કોઈ એક પ્રોજેક્ટમાં થનારુ સૌથી મોટુ વિદેશી મૂડી રોકાણ બનશે. દક્ષિણ કોરિયાના રાજદૂત શિન બોંગકિલે એક કાર્યક્રમમાં ઉપરોક્ત જાહેરાત કરી હતી.જણાવી દઈએ કે, પોસ્કો કંપની દક્ષિણ કોરિયાની બહુ મોટી સ્ટીલ કંપની છે. જેણે ઓરિસ્સાના પારાદીપમાં પોતાનો સ્ટીલ પ્લાન્ટ લગાવવા માટે જમીન ખરીદી હતી પણ તેમાં થયેલા વિવાદના પગલે આગળનુ કામ રોકાઈ ગયુ હતુ. જમીન સંપાદન કરવામાં કંપનીને પડેલી મુશ્કેલીના કારણે જે તે સમયે કંપનીએ પ્રોજેક્ટ પર બ્રેક મારી દીધી હતી. જોકે હવે આ પ્રોજેકટ ફરી કાર્યરત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *