IPL-2020માં રાજસ્થાન રોયલ્સની ટીમને ઝટકો,આર્ચર ટીમથી આઉટ

આગામી 13 માર્ચથી આઈપીએલના સીઝન શરુ થઈ રહી છે આ પહેલાં જ રાજસ્થાન રોયલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફરા આર્ચરને જમણી કોણીમાં ઈજા થતાં હવે આઈપીએલ રમી નહીં શકે. આર્ચર આઈપીએલ 2020ની 13મી સીઝનમાંથી બહાર થવાની સાથે સાથે શ્રીલંકા સામેની સીરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. આર્ચરને સાઉથ આફ્રિકા સામે રમાયેલી સીરીઝમાં ઈજા થતા 3 મહિના આરામ કરશે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં તે બહાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *