સુરતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ માવઠાના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવી રહી છે. જગતનો તાત ખેડૂત પણ ચિંતાતુર બન્યો છે. આ વરસાદના કારણે શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
તાવ, શરદી ઉધરસ જેવાં રોગોમાં વધારો
સુરતમાં વાતાવરણના આ ફેરફારના કારણે વાયરલ તાવ, શરદી, ઉઘરસના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. લોકોએ આવા વાતાવરણને કારણે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
ખેડૂતોમાં ચિંતા વ્યાપી
કમોસમી વરસાદ સૌથી વધુ જો કોઈને નડતો હોય તો તે છે ખેડૂતોને. હાલમાં ખેડૂતોની શિયાળુ પાકની મોસમ ચાલતી હોય છે. તેવામાં વરસાદ વરસતા તેમનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.