સુરતના હજીરા રોડ પર આવેલા મોરા ગામના મેળામાં અચાનક બનેલી ઘટનાએ અનેકના શ્વાસ અધ્ધર કરી દીધા હતા જો કે ફાયરબ્રિગેડની ટીમ સમયસર પહોચી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. નાતાલની ઉજવણી દરમ્યાનએ મેળામાં મોટું ચકડોળ એકાએક બંધ થઈ ગયુ હતુ જેમાં આશરે 50થી વધુ લોકો સવાર હતા તમામ લોકોએ બુમાબુમ કરી દેતા ખ્યાલ આવ્યો કે ચકડોળની બેરીંગ તુટી ગઈ છે જેના કારણે ચકડોળ અધ્વચ્ચે ખોટવાઈ જતા 50 લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચીને હાઈડ્રોલીક સીડીની મદદથી તમામ લોકોને સહીસલામત નીચે ઉતારી લેવાયાં હતાં