રાજયભરમાં કોરોનાના કેસમાં દર્દીઓની હાલત કફોડી બની છે. એક તરફ હોસ્પિટલમાં માંડ માંડ જગ્યા મળી રહી છે તો બીજી તરફ રેમેડીસીવર માટેની મોટી માંગ ની સામે બેફામ કાળાબજારી કરનારા તત્વો મેદાનમાં ઉતરી આવ્યા છે જો કે ગુજરાત પોલીસની સર્તકતાના કારણે હવે આબાદ ઝડપાઈ રહ્યાં છે સુરતમાં 699 રૂપિયાની એમઆરપીના રેમડેસિવિરને રૂપિયા 10,000ના ભાવે વેચવાના કૌભાડમાં સુરત પોલીસ મુળ સુધી પહોચી છે. સુરત પોલીસે પુર્વ નગરસેવકના પુત્ર દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે. ઇન્જેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ પુણામાં રહેતા કેટલાક યુવકોના કારણે થયો હતો જેમણે પોતાના મિત્રને બચાવવા માટે વધુ રૂપિયા આપી અને ઇન્જેક્શન ખરીદ્યા હતા. સાધના પટેલના પુત્ર દિવ્યેશની સંડોવણી રેમડેસિવિર વેચવાના કાળાબજારમાં સામે આવતા અનેક પ્રશ્નાર્થો સર્જાઈ રહ્યા છે. પોલીસે એકપાઈરી ડેટવાળા રેમડેસિવિરી મુદ્દે વધુમાં દિવ્યેશની પૂછપરછના આધારે ફાર્માસિસ્ટ વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થીની ધરપકડ કરી હતી. આ કાંડમાં દિવ્યેશે એક્સપાયરી ડેટવાળા છ ઇજેક્શન એમઆરપી રેટ મુજબ રૂપિયા 5,400માં વિશાલ પાસેથી ખરીદ્યા હતા. સુરત પોલીસે આરોપીઓ તથા મુદ્દામાલ ફાર્માસિસ્ટ સહિતના ડોક્યુમેન્ટ્સનો કન્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં સુરત પોલીસે આરોપી દિવ્યેશ પટેલના તા.26મી સુધીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.