કર્ણાટકના બેંગલુરુમાંથી NIAએ એક સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી છે. પકડાયેલા વ્યક્તિની ઓળખ આરીફ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ આરીફ ઈન્ટરનેટની મદદથી છેલ્લાં બે વર્ષથી આતંકી સંગઠન અલકાયદાના સંપર્કમાં હતો. આ મામલે NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, IKPથી જોડાવવા માગતો હતો
સંદિગ્ધ આતંકી આરીફ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને એક કંપનીમાં કામ કરે છે. સૂત્રો મુજબ, તે ઈન્ટરનેટની મદદથી આતંકીઓ સાથે જોડાયો હતો. જો કે હજુ સુધી કોઈ ઘટનામાં સામેલ હોવાના પુરાવા નથી મળ્યા. રિપોટ્સ મુજબ તે ટૂંક સમયમાં જ ઈરાન અને અફઘાનિસ્તા જવા રવાના થવાનો હતો. ત્યાં જઈને તે આતંકી સંગઠન IKPથી જોડાવવાની તૈયારીમાં હતો. જો કે તે પહેલાં જ NIAને તેને બેંગલુરુથી પકડી લીધો.
કલકત્તાથી પકડાયેલા આરોપીઓની પણ પૂછપરછ
આ પહેલાં 7 જાન્યુઆરીએ કોલકાતા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હાવડાના ટિકિયાપાર વિસ્તારમાંથી બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી હતી. તેઓ આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાની આશંકા છે. NIAની યાદીમાં બંને સામેલ હતા. પકડાયેલા આતંકીઓમાંથી એક એમટેક એન્જિનિયર છે.
આ બંને સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધ પ્રવૃતિઓ અને કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યાં હતા. તેમનો હેતુ લોકોને જેહાદી પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા માટે બ્રેનવોશ કરવાનો છે. આ લોકો યુવાનોમાં રાષ્ટ્ર વિરોધ ભાવનાઓ ભડકાવવા માટે વિસ્ફોટક અને હત્યાઓ દેખાડતા હતા. બંને આરોપી પાકિસ્તાન અને પશ્ચિમ એશિયામાં ISISના પદાધિકારીઓના સંપર્કમાં હતા. STFની એક ટીમે બંનેને ટિકિયાપારાના આફતાબુદ્દીન મુંશી લેન સ્થિત તેમણા ઠેકાણેથી દબોચ્યા હતા. પકાડયેલા આતંકીઓના નામ મોહમ્મદ સદ્દામ (28) અને સૈયદ અહમદ (30) છે. સદ્દામ ઘણો ભણેલો ગણેલો છે. તેની પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે.
બંને હાવડામાં આતંકવાદી સંગઠન ISISનું નેટવર્ક ફેલાવી રહ્યાં હતા. અનેક યુવાનો તેમના જાળમાં ફસાયા હતા. ધરપકડ બાદ બંનેની પાસેથી અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા. હવે આ બંનેની NIAએ પૂછપરછ શરૂ કરી દીધી છે.