દેશભરમાં કોરોનાના કેસ બે કાબુ બની રહ્યા છે અને હાઈકોર્ટ પણ અગાઉ અનેક વાર ફટકાર લગાવી ચુકી છે છતાંય કોર્ટના નિયમોનુ ઉલંલઘન થઈ રહ્યુ છે. કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આજે મતગણતરી બાદ વિજય રેલીઓ કાઢવા પર પ્રતિબંધ મુક્યો હતો.જોકે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આ નિયમને ભુલીને કાર્યકરો ઉજવણી કરવા માટે ઉતરી પડ્યા છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સમર્થકોએ જોયુ કે પાર્ટીની સરસાઈ હવે 200 બેઠકોને પાર કરી ગઈ છે ત્યારે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લીલો ગુલાલ ઉડાડીને રસ્તા પર જ ઉજવણી ચાલુ કરી દીધી હતી.બીજી તરફ તામિલનાડુમાં પણ ડીએમકેની જીત નિશ્ચિત થતા જ કાર્યકરોએ ડીએમકે પ્રમુખ સ્ટાલિનના ઘરની બહાર ઉજવણી ચાલુ કરી દીધી હતી.