TATAએ કારલવર્સને આપ્યો મોટો ઝટકો, 1 ફેબ્રુઆરીથી મોંઘી થશે કાર

દેશની વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સ તેના વ્હીકલ લાઇનઅપને અપડેટ કરી રહી છે. હાલમાં જ કંપનીએઘરેલૂ બજારમાં તેના નવા મોડેલને લોન્ચ કર્યા છે. ટાટા કારની ખરીદી કરનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ ટાટા સફારીથી નેક્સોન અથવા ટિઆગો જેવી પેટ્રોલ ડીઝલ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. ટાટા મોટર્સે આજે તેના પેસેન્જર વ્હીકલ લાઇનઅપમાં દરેક વ્હીકલની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

કંપની દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ટાટા મોટર્સ તેની દરેક ICE (પેટ્રોલ-ડીઝલ)થી ચાલતી કારની કિંમતમાં વધારો કરી રહી છે. આ નવી કિંમતો આગામી 1 ફેબ્રુઆરી 2023થી લાગૂ થશે. કંપનીનું કહેવું છે કે, રેગ્યુલેટરી બદલાવ અને ઇનપુટની કિંમતમાં વધારો થતાં કારની કિંમત વધારવામાં આવી રહી છે. જોકે, કંપનીનું કહેવું છે કે, કોઈ મોડેલની કિંમત ખૂબ જ વધારો કરાયો નથી.

ટાટા મોટર્સનું કહેવું છે કે, વ્હીકલની કિંમતમાં લગભગ 1.2%નો વધારો કરાયો છે. જે અલગ-અલગ મોડેલ અને વેરિઅન્ટ માટે હશે. ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સ ઝડપથી પેસેન્જર સેગમેન્ટમાં તેની ભાગીદારી વધારી રહ્યું છે. ગત ડિસેમ્બર મહિનામાં કંપનીની ફેમસ એસયૂવી TATA Nexon દેશની ચોથી સૌથી વધુ વેચાતી કારમાંથી એક કાર છે. આ દરમિયાન કંપનીએ કારના કુલ 12,053 યૂનિટનું વેચાણ કર્યું હતું. કંપનીએ ડિસેમ્બર 2022માં 72, 997 યૂનિટ સાથએ ઘરેલુ વેચાણમાં 10% વધારો કર્યો હતો. જે ગયા વર્ષે આ મહિનામાં 66, 307 યૂનિટ હતાં.

ગ્રેટર નોઇડામાં થયેલાં આ વખતના ઓટો એક્સપોમાં ટાટા મોટર્સે જબરદસ્ત ધૂમ મચાવી હતી. આ દરમિયાન કંપનીએ તેના ઘણાં કોન્સેપ્ટ અને ઇલેક્ટ્રિક મોડેલને દુનિયાની સામે રજૂ કર્યા છે. જેમાં અવિન્યા, કર્વ, હેરિયર ઇલેક્ટ્રિક, સિએરા કોન્સેપ્ટ, પંચ સીએનજી, અલ્ટ્રોઝ સીએનજી જેવી કાર સામેલ છે. કંપની Harrier EV અંગે સજાગ જોવા મળી રહી છે. આ ઇલેક્ટ્રિક SUVને મજબૂત પાવરટ્રેન અને દમદાર બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ તેમાં ડ્યુઅલ સિલિન્ડર ટેક્નિકથી સજ્જ તેના CNG વ્હીકલ પણ શોકેશ કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *