થાઇલેન્ડમાં સનકી જવાને ફાયરિંગ કરીને 17 લોકોની હત્યા કરી

હુમલાખોરે ફાયરિંગ દરમિયાન ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું અને સેલ્ફી લઇને પોસ્ટ પણ કરી હતી

દેશ હોય કે વિદેશ સોશ્યલ મિડિયાનો કેવા પ્રકારે દુરપયોગ થઈ રહ્યો છે તેના પર હવે રોક લગાવાની તાતી જરુરિયાત છે થાઇલેન્ડના ઉત્તર-પૂર્વી શહેર કોરાતમાં શનિવારે જક્રાપંથ થો્મ્મા નામના સૈનિકે અંધાધુંધ ફાયરિંગ કરતા 17 લોકોના મોત થયાં હતાં. હુમલાખોર સૈનિકે ફાયરિંગ દરમિયાન ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું અને સેલ્ફી લઇને પોસ્ટ પણ કરી હતી. જક્રાપંથ થોમ્મા 22મી આર્મી રીજનલ કમાન્ડમાં સાર્જન્ટના પદ પર તૈનાત હતો. થોમ્માએ કોરાતના સિટી સેન્ટર અને ટર્મિનલ 21 શોપિંગ મોલને નિશાન બનાવ્યા હતા. અહીં ફાયરિંગ દરમિયાન તેણે ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. જો કે આ ઘટના બાદ તેનું પેજ બ્લોક કરી દેવામાં આવ્યું હતું ઘટના બાદ પોલીસ એજન્સીએ તપાસ કરતાં ખુલ્યુ કે આ સૈનિકે કોઈ સાથે ઝઘડો કર્યો હતો જેમાં સૌથી પહેલા તેના સુપરવાઇઝરની હત્યા કરી હતી. પછી તેના સહયોગીઓને ગોળી મારવાનુ શરુ કર્યું હતું. ફાયરિંગ કરવા માટે સેનાના સ્ટોરમાંથી મશીનગન સહિત ઘણા હથિયારો ચોરી લીધા હતા. તેણે શોપિંગ મોલ તરફ જતા રસ્તામાં જે લોકો આવતાં ગયા તેની પર ફાયરિંગ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *