અંડર-19માં દ.આફ્રિકાએ વન ડે મેચ જીતી,ભારતે 2-1થી સીરિઝ જીતી

ભારત ત્રીજી વન ડે હાર્યુ પણ 2-1 થી સિરિઝ જીતી

ઇસ્ટ લંડનના બુફેલો પાર્કમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકા અંડર-19 ટીમે ભારતને ત્રીજી યુથ વનડેમાં સોમવારે 5 વિકેટે હરાવ્યું હતું. જોકે ત્રણ મેચની સીરિઝ ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી હતી. ભારતે પ્રથમ વનડે 9 વિકેટે અને બીજી વનડે 8 વિકેટે જીતી હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 192 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 10 બોલ બાકી રાખીને 5 વિકેટે મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયા માટે કપ્તાન પ્રિયમ ગર્ગે 52 રન અને તિલક વર્માએ 25 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 2 વિકેટ લીધી હતી. જયારે દક્ષિણ આફ્રિકા માટે જોનાથન બિર્ડે 88 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અચિલે ક્લોએટે અને ફેકૂ મોલેત્સાનેએ 2-2 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયા 19 જાન્યુઆરીથી અંડર 19 વર્લ્ડ કપ રમશે.
ભારતીય ટીમનો પહેલો મુકાબલો 19 જાન્યુઆરીએ શ્રીલંકા સામે છે. ટૂર્નામેન્ટ 17 જાન્યુઆરીથી શરૂ થશે અને ફાઇનલ 9 ફેબ્રુઆરીના રોજ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની કમાન પ્રિયમ ગર્ગને સોંપાઈ છે . અંડર-19નો આ 13મો વર્લ્ડ કપ છે. અત્યાર સુધીમાં ભારત ચાર વખત ચેમ્પિયન બન્યું છે. ભારત ગ્રુપ-Aમાં છે, જયારે પાકિસ્તાન ગ્રુપ-Cમાં છે. કુલ 16 ટીમ છે અને દરેકને 4*4ના ગ્રુપમાં રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *