અમેરિકામાં સ્પષ્ટપણે જો બાઈડનને બહુમતી મળી હોવા છતાંય હજુ તેઓ સત્તા સંભાળી નથી બીજી તરફ ટ્રમ્પ કાયદાકીય તમામ ફંડા અજમાવી રહ્યાં છે. હાલમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોઇ પણ જાતના પુરાવા કે મેરિટ વગર દાગી કાયદાકીય દલીલો કરી હતી જેને ફેડરલ જજ ફગાવી દીધી છે. જેને લઈને ટ્રમ્પને બીજી વાર મોટો ફટકો પડયો હતો. અત્યાર સુધીમાં ત્રીજી નવેમ્બરની ચૂંટણીને પડકારી હતી અને પોતે હાર્યા છે એ માનવા તૈયાર જ નથી. એક બાદ એક ટ્રમ્પના પરિણામો બદલવાના પ્રયાસને ધોબી પછાડ મળી રહી છે. યુએસ મિડલ ડિસ્ટ્રીક્ટ ઓફ પેનસિલવેનિયાના જજ મેથ્યુ બ્રાનને કેસ પર મનાઇ ઓર્ડર આપવાની વિનંતીને ફગાવી દીધી હતી. જજ બ્રાનને ચૂકાદો આપ્યો હતો કે ‘ટ્રમ્પ પ્રચાર સમિતિએ કોઇ પણ જાતના મેરિટ અથવા તો પુરાવા વગર તેમજ માત્ર અટકળ આધારિત દલીલો જ રજુ કરી હતી જેને કોઇ જ સપોર્ટ ન હતો’. ‘અમેરિકામાં સૌથી ગીચ વસ્તી ધરાવતા રાજ્યના કોઇ એક મતદારના મતને પણ દૂર કરવું એ યોગ્ય ન કહેવાય. આપણી પ્રજા, કાયદાઓ અને સંસ્થાઓને હજુ ઘણું આપવાની જરૂર છે’એમ મતદાનની પ્રકિયામાં ગેરરીતીઓના આક્ષેપ કરતી ટ્રમ્પના ટેકેદારોએ કરેલી અરજીને ફગાવતા જજે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે તો કોર્ટે સિતેર લાખ મતને અમાન્ય ગણવાની અપીલ કરી હતી. કોર્ટને અત્યાર સુધી ચૂંટણી સ્પર્ધામાં એક પણ એવો કેસ મળ્યો નથી કે જેમાં આવી માંગણી કરાઇ હોય.