ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. અનેક દેશોએ મદદ કરવાની તૈયારી બતાવી પણ છે જેમા અમેરિકાએ પણ ખરા સમયે મદદ કરી છે. અમેરિકાની વાયુસેનાનાં બે વિમાન રાહત સામગ્રી લઈને નીકળી ચૂક્યા છે. અમેરિકાના સંરક્ષણમંત્રી લોઈડ ઓસ્ટિને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિમાન સી-5M સુપર ગેલેક્સી અને સી-17 ગ્લોબમાસ્ટર ।।। ભારત આવવા નીકળી ગયાં છે.આ વિમાનો ઓક્સિજન-સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે અમેરિકા પાસેથી મેડિકલ સપ્લાઈની માગ કરી હતી, જેમાં વેક્સિનના તૈયાર ડોઝની સાથે સાથે રૉ મટીરિયલ્સ પણ સામેલ છે.