ભારતમાં કોરોના કેસ હવે 3 લાખને પાર થઈ રહ્યા છે દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે જેમાં સૌથી વધુ ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સામગ્રીઓની તંગીને લઈ સમસ્યા છે. આવા સમયે વિશ્વના અનેક દેશો મદદ કરવા આગળ આવ્યા છે. ખાસ કરીને અમેરિકાએ ભારતને રેમડેસિવિરની 1,25,000 શીશીઓ મોકલી હતી જે સોમવારે દિલ્હી એરપોર્ટ પર આવી ગઈ છે. હાલમાં પડી રહેલી રેમડેસિવિરની અછતના કારણે અનેક દર્દીઓ ગંભીર સ્થિતિમાં પહોચી ગયા છે જેમને થોડી રાહત મળવાની શકયતા છે. ભારતીય વાયુસેનાએ સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેઝ પર પહોંચાડ્યા હતા. તે સિવાય 450 ઓક્સિજન સિલિન્ડર પણ બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેઝ ખાતે પહોંચાડયા હતા. હજુ પણ ગમે તેવી સ્થિતિને પહોચી વળવા માટે સેના તૈયાર છે અને હાલમાં તમામ દિશામાં કોરોનાને નાથવા કામ કરી રહી છે. કોરોના સંકટ વચ્ચે ભારતીય નૌસેનાના જહાજોને પણ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવા સ્ટેન્ડ બાય મોડ પર રખાયા છે બીજી તરફ ગલ્ફ અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોના ભારે ક્ષમતાવાળા જહાજોને આવા અભિયાન માટે તૈયાર રહેવાનો આદેશ આપી દેવાયો છે. .