અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી તારીખે ભારતની મુલાકાત માટે આવી રહ્યાં હોવાની વ્હાઇટ હાઉસે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં દિલ્હી અને ગુજરાતની મુલાકાતનો પણ ઉલ્લેખ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ 24 અને 25 ફેબુ્રઆરી એમ બે દિવસ ભારતમાં રોકાશે. ટ્રંપનો ભારત આવવાનો હેતુ ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબુત બનાવવાનો છે. ડોનાલ્ડ ટ્રંપની સાથે પત્ની મેલોનિયા પણ આવશે. બન્ને મહાનુભાવો દિલ્હી ઉપરાંત અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત પણ લેશે. જે પ્રકારે અમેરિકામાં મોદી માટે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તેવો જ કાર્યક્રમ અમદાવાદનાં વિશ્વા સૌથી મોટા નવનિ્ર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કેમ છો ટ્રંપના નામે યોજાશે. જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ડોનાલ્ડ ટ્રંપ પહેલા અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા 2010 અને 2015 એમ બે વખત ભારત આવી ચુક્યા છે. જોકે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે બાદ સૌ પ્રથમ વાક ભારત આવી રહ્યાં છે. 2020માં ડોનાલ્ડ ટ્રંપની બીજી વિદેશ યાત્રા બની રહેશે. આ પહેલા તેઓ સ્વીત્ઝરર્લેન્ડની મુલાકાત લઇ ચુક્યા છે.
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી જગજાહેર છે. બન્ને નેતાઓ વચ્ચે ગજબનુ ટયુનિંગ છે તાજેતરમાં પીએમ મોદી 24મી સપ્ટેમ્બરે અમેરિકા હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લઈ ચુકયા છે ત્યાં તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું.