ઉત્તરાખંડમાં ફરી કુદરતી આફત સર્જાઈ છે. આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ચુકયા છે મળતી માહીતી અનુસાર ભારત-ચીન સરહદ પર જોશીમઠ ખાતે આવેલી નીતિ ઘાટીમાં શુક્રવારે મોડી રાતે ગ્લેશિયર ફાટયુ હતુ. જેના પગલે સેનાએ મદદમાં આવીને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં ક્ષેત્રમાં રોડ નિર્માણનું કાર્ય કરી રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કેમ્પમાંથી 300 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાંતના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે આ દુર્ઘટનાને લઈ એલર્ટ જાહેર કર્યું છે. સેના દ્વારા મળતા અહેવાલ પ્રમાણે દુર્ઘટના બની તે સ્થળે રસ્તા પાસે BROનો કેમ્પ લાગેલો હતો. તે સિવાય સેનાનો એક કેમ્પ BROના સુમના ખાતેના કેમ્પથી 3 કિમી દૂર હતો. દુર્ઘટના થઈ તે સ્થળે છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ હતા. એનટીપીસી અને અન્ય પરિયોજનાઓમાં રાતના સમયે કામ રોકવાનો આદેશ આપી દેવાયો છે ઉ્લ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરાખંડના ચમોલી ખાતે નંદાદેવી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટી જવાના કારણે ઋષિગંગા ઘાટીમાં અચાનક જ ભારે પૂર આવ્યું હતું. તે દુર્ઘટનામાં 2 ડઝન કરતા પણ વધારે લોકોના મોત થયા હતા.