વલસાડમાં દારૂની હેરાફેરી કરતો પોલીસકર્મી ઝડપાયો

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પોલીસકર્મી દીપક પરમાર અને તેની પત્નીને ઝડપી પાડયો છે તેની પાસેથી 6 લાખનો મૂદામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યુ કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલો પોલીસકર્મી પોતાની પત્ની અને બાળકને સાથે રાખી દમણથી ભરૂચ સુધી વિદેશી દારૂની ખેપ મારતો હતો. .વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમ વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. તે દરમિયાન જ પોલીસને મળેલી બાતમી વાળી એક સફેદ કલરની કાર હાઇવે પરથી પસાર થતાં પોલીસે તેમનો પીછો કરીને કાર ઝડપી લીધી હતી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી પોલીસ લખેલું બોર્ડ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી.પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા કારમાંથી અંદાજે 87 હજારની કિંમતના વિદેશી દારૂની 226 બોટલો મળી આવી હતી. ભરૂચ પોલીસ અધીક્ષકની કચેરીમાં રજિસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મી દીપક પરમાર પોતે દારૂની હેરાફેરીમાં મોટી કમાણી હોવાથી પોલીસને શક ન જાય તે માટે પોતાની પત્ની અને બાળકને સાથે રાખી અને દમણથી ભરૂચ સુધી દારૂની ખેપ મારતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *