પશ્ચિમ બંગાળની ચુંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરીને ફરી વાર મમતા બેનર્જી જાયન્ટ કીલર સાબિત થયા છે એક તરફી જીત મેળવીને તેમણે હેટ્રીક સર્જી તો છે પણ તેઓ નંદીગ્રામમાં પોતાની જ બેઠક હારી જતા અનેક સવાલો થઈ રહયા છે .ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને 1700 જેટલા મતોથી હરાવ્યા છે જે કે મમતા બેનર્જી અને તેમની પાર્ટીએ કહ્યું છે કે તેઓ નંદીગ્રામની સીટ માટે કર્ટમાં જશે. બીજી તરફ સવાલ એ છે ફરી વાર સીએમ મમતા કઈ રીતે બની શકશે. જેનો જવાબ છે. હા.. મમતા જ 3 જી વાર સીએમ બનશે. તેમને સીએમ બનવાના ઘણા બધા નિયમો છે .ભારતીય બંધારણના અનુચ્છેદ 164 અંતર્ગત તેઓ સીએમ પદની શપથ લઇ શકે છે. અનુચ્છેદ 164(4)માં જોગવાઈ છે કે એક મંત્રી કે જે સતત 6 મહિના સુધી રાજ્યના વિધાનમંડળનો સભ્ય નથી, તેને તે પદ છોડવું પડશે. જેનો અર્થ એવો થાય છે કે મમતા બેનર્જીને છ મહિનાની અંદર કોઇ પણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતવી પડશે. આ પહેલી વાર નથી અગાઉ 2011માં પણ જ્યારે મમતા બેનર્જી પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સાંસદ હતા, તેમણે વિધાનસભા ચૂંટણી લડી નહોતી. થોડા મહિના બાદ તેમણે ભવાનીપુર બેઠક પંસદ કરીને ત્યાંથી જીત્યા હતા. હવે ફરી વાર તેઓ કઈ બેઠક પર ચૂંટણી લડે છે તે જોવુ રહ્યુ. તેમની જૂની બેઠક ભવાનીપુર હતી જો કે આ વખતે તેમણે એક જ બેઠક નંદીગ્રામ પંસદ કરીને ચૂંટણી લડી હતી. તેમના જ માજી મંત્રી શુભેન્દુ સામે તેઓ નજીવા માર્જીનથી હારી ગયા છે.