કોરોનાના કારણે સિવિલમાં ડૉક્ટરો-સ્ટાફની રજાઓ કેન્સલ

કોરોનાના  વધતાં જતાં સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ઉપરાંત નર્સિગ-પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ દિવાળી વેકેશનમાં ફરજ બજાવવા નક્કી કર્યુ છે. ગુજરાતમાં કોરોના હજુ કાબુૂમાં આવી શક્યો નથી. જોકે, રોજના એક હજાર કેસો નોંધાઇ રહ્યાં છ.ે આ ઉપરાંત તબીબોએ ચેતવણી ઉચ્ચારી છેકે, શિયાળામાં કોરોનાના કેસો વધી શકે છે. દિવાળી વેકેશનમાં કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરાયુ છે.

દિવાળીના તહેવારો દરમિયાન કોરોના જ નહીં, અન્ય રોગના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે તમામ ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સિવિલના તમામ વિભાગનક્હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને સિનિયર ડોક્ટરોને રાઉન્ડ ધ કલોક ડયુટી સોંપવામાં આવી છે. આ તરફ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિશને પણ દિવાળી વેકેશનમાં કઇ હોસ્પિટલમાં કયા ડોક્ટર હાજર છે તેની વિગતો વેબસાઇટ પર મૂકવા નક્કી કર્યુ છે. આ ઉપરાંત શહેરની 500થી વધુ ખાનગી હોસ્પિટલોેમાં ડોક્ટરો રાબેતા મુજબ મળી રહે તેવુ આયોજન કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *