કોરોનાના દર્દીઓને હોટેલમાં સારવાર, ધ ફર્ન સહિત 3 હોટેલને પરવાનગી

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. તેને પગલે તંત્ર દ્રારા અનેક પ્લાન બનાવાયા છે હવે પોઝિટિવ દર્દીઓને સારવાર અને સુવિધાઓ માટે કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટર ઉભા કરાયા બાદ ફાઈવ સ્ટાર હોટલોની પણ સેવા લેવાઈ રહી છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશને હોટલો સાથે એમઓયુ કર્યા છે જેમાં કેટલાક દર્દીઓ આવી હોસ્પિટલમાં અને કેર સેન્ટરમાં રહેવા ન માંગતા હોવાથી પોતે ખર્ચ ભોગવી શકે તેમ હોવાથી તેમના માટે વિશેષ પેઇડ કોવિડ સેન્ટર ઉભું કર્યું છે. એસજી હાઈવે પર આવેલી 5 સ્ટાર હોટલ ફર્નમાં પેઇડ કોવિડ સેન્ટર ઉભું કરાયુ છે. જેમાં કોર્પોરેશન દ્વારા મેડિકલ અને ડોક્ટરની સુવિધા અપાશે પરંતુ રહેવા અને જમવાનો ખર્ચ દર્દીએ ભોગવવાનો રહેશે. જમવા સાથેનું ખાસ ટેરીફ AMCએ હોટલ સાથે મળીને નક્કી કર્યું છે. સામાન્ય ટેરીફ કરતા 35 ટકા ઓછું ટેરીફ નક્કી કર્યું છે. દર્દીએ તબીબી સિવાય તમામ ખર્ચ હોટલને ચૂકવવાનો રહેશે. આ સાથે હોટલ નાયકા અને સિલ્વર હોટેલમાં વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત હોટેલમાં રહેલા દર્દીની સારવાર માટે રખાયેલા નર્સ અને ડોક્ટર માટે પણ હોટેલમાં રહેવાની તથા તમામ વ્યવસ્થા કરાઈ છે. મ્યુ કમિશનર વિજય નહેરાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે જો નાગરિકો તંત્રને સપોર્ટ કરશે તો મે માસ સુધીમાં કોરોના કાબુમાં આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *