કોરોના સામે રોગપ્રતિકારકતા જાળવવા અમૂલ દ્વારા હલ્દી દૂધ

કોવિડ ૧૯ વાઇરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શકિત ખુબ જ જરુરી છે ત્યારે લોકોની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખે તેવું હલ્દી દૂધ અમૂલ દ્વારા બજારમાં લોન્ચ કરાયું છે. .  અમૂલ-ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો.આર.એસ.સોઢીએ જણાવ્યું કે કોવિડ ૧૯ વાઇરસના પ્રકોપના પગલે આયુષ મંત્રાલયે લોકોને સ્વ સંભાળ માટે નિવારક પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં લોકોને પોતાની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે હળદરવાળુ એટલે હલ્દી દૂધ પીવાની ભલામણ કરાઈ છે. હલ્દી દૂધ અથવા સોનેરી દૂધ જેને હળદર લેટ પણ કહેવામાં આવે છે, જે તેના પરંપરાગત એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. અમૂલ હલ્દી દૂધની ૨૦૦ મિલીના ઇઝી ઓપન એન્ડ કેન રૂ.૩૦ માં બજારમાં ઉપલબ્ધ થશે. જે તમામ અમૂલ પાર્લર અને રિટેલ કાઉન્ટર પર મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *