કોલસેન્ટરના નીરવ રાયચુરાના બંગલામાંથી દારૂનો બાર મળ્યો

અમદાવાદ શહેરમાં બોગસ કોલસેન્ટરમાં જેનુ નામ ખુલ્યુ હતુ તે નીરવ રાયચુરાને ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ પર આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં નીરવનું ચાંગોદરસ્થિત રિવેરા ગ્રીન બંગલોઝમાં મકાન હોવાનું જણાવ્યું હતું, જેથી ગ્રામ્ય પોલીસે ઘરે દરોડા પાડતાં ઘરમાં એક વૈભવી બાર મળી આવ્યો હતો, જેમાં વિદેશની અલગ અલગ બ્રાન્ડની ભરેલી પાંચ જેટલી બોટલ સાથે 10 જેટલી ખાલી બોટલ મળી હતી. પોલીસને ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી હતી. ઘરમાંથી ગેરકાયદે હથિયાર પણ મળ્યું છે. જોકે તેનું લાઇસન્સ હોવાની પણ પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.નિરવ રાયચૂરાના ઝડપાયા બાદ ગ્રામ્ય પોલીસ ચાંગોદર ખાતે તેના ઘરે દરોડા પાડવા પહોંચે તે પહેલાં જ નિરવની પત્નીને જાણ થઈ જતાં જ તે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. ઘરમાં પોલીસે પ્રવેશ કરતાં એક રૂમમાં જોતાં જ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અદ્યતન દારૂ સાથેનો બાર મળી આવ્યો હતો. મોટા સોફા,એસી અને થિયેટર સાથેની સુવિધાઓ સાથેનો બાર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *