ચેન્નાઇમાં હેટમાયર,હોપની સદી પ્રથમ વનડેમાં ભારતની હાર

હેટમાયર- હોપની મજબુત ભાગીદારીથી ભારત હાર્યુ

વેસ્ટ ઇન્ડિઝના હેટમાયર અને શાઈ હોપની સદીથી ભારત પ્રથમ વનડે હારી ગયુ છે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવીને વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી વનડે 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ભારત તરફથી ઋષભ પંત અને શ્રેયસ ઐય્યરની મજબુત ભાગીદારીએ રંગ રાખ્યો હતો જો કે વિન્ડીઝ તરફથી પણ મજબૂત વળતો જવાબ અપાતા ભારત આ મેચ હારી ગયુ હતું.  ઓપનર સુનિલ એમ્બ્રીસ 9 રનમાં આઉટ થતા વિન્ડીઝની શરૂઆત પણ નબળી રહી હતી. જોકે હેટમાયર-હોપની જોડીને તોડવામાં ભારતના બોલરો નિષ્ફળ નીવડયા હતા બંનેએ બીજી વિકેટ માટે 218 રનની પાર્ટનરશીપ કરી દેતા ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યુ હતું. ભારત વતી કોઈ બોલર વધુ સફળ રહ્યો ન હતો. એક માત્ર દિપક ચહર અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *