મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા સાથે રણવીરનું સ્ટેચ્યુ મુકાશે

મુંબઈમાં યોજાયેલ આઈફા અવોર્ડ્સ 2019 દરમ્યાન રણવીર સિંહે પોતાના વેક્સ સ્ટેચ્યુની વાત જાહેર કરી હતી. રણવીરને આ અવોર્ડ સેરેમનીમાં ‘પદ્માવત’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના અવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. રણવીરે આ અવોર્ડ લીધા બાદ વેક્સ સ્ટેચ્યુની વાતનો ખુલાસો કર્યો કે લંડનમાં આવેલ મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકાની સાથે જ તેનું પણ સ્ટેચ્યુ ટૂંક સમયમાં જોવા મળશે.

ઈમોશનલ દીપિકા
જ્યારે રણવીર સ્ટેજ પર હતો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા સાસુ કહેતા કે- તમે પણ ઘણી મહેનત કરો છો, અમે તમારું પણ એક સ્ટેચ્યુ જોવા ઇચ્છીએ છીએ. એટલા માટે મમ્મી અમે લંડન જઈ રહ્યા છીએ. હવે હું તમને લંડનમાં દેખાઈશ.’ દીપિકાનું વેક્સ સ્ટેચ્યુ પહેલેથી જ મ્યુઝિયમમાં હાજર છે. જ્યારે રણવીર આ વાત કહી રહ્યો હતો ત્યારે દીપિકા ઈમોશનલ થઇ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *