તિહાડ જેલમાં નિર્ભયાના આરોપીઓને ફાંસીની તૈયારીઓ

તિહાર જેલમા હવે ફાંસીના માંચડે લટકાવવાની તૈયારીઓ

દેશભરમા બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે દિલ્હીની સૌથી ચકચારી નિર્ભયાકેસમાં હવે આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ કેસના ચારે આરોપીઓને ટુંક સમયમાં ફાંસીએ ચઢાવાશે તેવી ચર્ચાઓ શરુ થઈ છે.

હાલમાં તિહાડ જેલ પ્રશાસન પાસે ફાંસીની સજાની તારીખનો કોઈ પત્ર કેન્દ્ર સરકાર તરફથી આવ્યો નથી પણ જેલ પ્રશાસને અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે જેલમાં ફાંસીનુ રિહર્સલ પણ કરાયુ હતુ. આ રિહર્સલમાં 100 કિલો વજનના એક પુતળાને ફાંસી આપીને એક કલાક સુધી માંચડા પર લટકાવી રખાયો હતો. આ કરવા પાછળનુ કારણ એ જોવાનુ છે કે, ફાંસીની સજા માટે વપરાતી રસ્સી આરોપીઓને ફાંસી અપાય ત્યારે તુટી ના જાય .

9 ફેબ્રઆરી, 2013ના રોજ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરૂને ફાંસી અપાઈ ત્યારે પણ આ પ્રકારની ટ્રાયલ લેવામાં આવી હતી. નિર્ભયા કાંડના દોષી પવનને મંડોલી જેલમાંથી તિહાડમાં હાલમાં શિફ્ટ કરાયો છે. આ જેલમાં અક્ષય, મુકેશ અને વિનય શર્મા પહેલેથી જ કેદ છે.

આરોપીઓને ફાંસી આપવા માટેના દોરડા યુપીના બક્સરથી મંગાવાયા છે. તિહાર જેલ અધિકારીઓનુ કહેવુ છે કે, ફાંસી આપવા જલ્લાદની જરૂર નહી પડે પણ જરૂર પડે તો મહારાષ્ટ્ર, યુપી કે પંજાબથી જલ્લાદ બોલાવવાની વ્યવસ્થા કરાશે. આ કેસમાં નિર્ભયાની માતા-પિતા પણ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી આરોપીને ફાંસીને માંચડે લટકાવી દો ત્યારે તિહાર જેલની તૈયારીઓ ઘણો મોટો ઈશારો કરી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *