નક્સલીઓના કબજામાં CRPF જવાન આખરે મુક્ત

3 એપ્રિલના રોજ જોનાગુડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણ બાદ બંધક બનાવવામાં આવેલા CRPF જવાન રાકેશ્વર સિંહને છોડી મુકવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાકેશ્વર અત્યારે તર્રમમાં 168મી બટાલીયનના કેમ્પમાં છે. જ્યા તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમને કેવી રીતે અને કોની સાથે મુક્ત કરવામાં આવ્યા, કેટલા વાગે કેમ્પમાં પહોંચ્યા આ તમામ બાબત અંગે ખુલાસો થઈ શક્યો નથી. ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના હુમલામાં 23 જવાન શહીદ થયા હતા. નક્સલિયોએ પણ પોતાના 5 સાથી માર્યા ગયાનો સ્વીકાર કર્યો હતો. અથડામણ સમયે નક્સલવાદીઓએ CRPFના કોબરા કમાન્ડો રાકેશ્વરનું અપહરણ કરી લીધુ હતું. ત્યા અગાઉ સરકાર વાતચીત માટે મધ્યસ્થ વ્યક્તિઓના નામ જાહેર કરે ત્યારબાદ જ તે જવાનને સોંપશે. ત્યાં સુધી તે પોતાની પાસે સુરક્ષિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *