મુંબઈના મઝગાંવ ડોક પર સ્કોર્પિન ક્લાસની 5મી સબમરીન વાગીર ગુરુવારે નૌકાદળમાં સામેલ થઈ ગઈ છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે વિડિયો-કોન્ફરન્સ દ્વારા એનું લોકાર્પણ કર્યું હતું. ભારત પ્રોજેકટ-75 દ્વારા સ્કોર્પિન ક્લાસની પાંચ સબમરીન તૈયાર થઈ ચૂકી છે. આ સબમરીનથી નૌકાદળની તાકાત ઘણી જ વધી જશે. આ તમામ સ્કોર્પિન સબમરીન એન્ટિ-સર્ફેસ વોરફેયર, એન્ટી-સબમરીન વોરફેયર, માઇનને લગાવવા અને એરિયા સર્વેલન્સનું કામ કરી શકે છે. વાગશીરનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે.મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપના સહયોગથી સ્કોર્પિન ક્લાસ સબમરીનનો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીની વચ્ચે 6 સબમરીન બનાવવા માટે 2005માં કરાર કરાયા હતા.