બિનજોડાણવાદી દેશોની બેઠકમાં પીએમ મોદીએ પાકને ઝાટકયું

કોરોના વાઈરસ સાથે જોડાયેલી લડાઈના આ સમયગાળામાં બિનજોડાણવાદી દેશોની બેઠકમાં 120 દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સોમવારે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે સીધા જોડાયા હતા.જેમાં પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે એક બાજુ વિશ્વ કોરોના વાઈરસ સામે લડી રહ્યું છે અને બીજી બાજુ કેટલાક લોકો આતંકવાદ, ફેક ન્યૂઝ અને ફર્જી વિડિયો જેવા વાઈરસ ફેલાવવામાં સંકડાયેલા છે. મોદીએ કહ્યું કે આજે માનવતા અનેક દાયકાના સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. આ સમયમાં બિનજોડાણવાદી (NAM) વૈશ્વિક એકતાને ઉત્તેજન આપવામાં મદદરૂપ બની શકે છે. NAM સામાન્ય રીતે વિશ્વની નૈતિક અવાજ રહ્યું છે. આ ભૂમિકાને જાળવી રાખવા માટે NAMને સમાવેશી રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આ સંકટના સમયમાં આપણે એ દેખાડ્યું છે કે કેવી રીતે લોકતંત્ર અને અનુશાસન એક સાથે મળી જન આંદોલન બની શકે છે. ભારતીય સભ્યતા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. અમે અમારા નાગરિકોની દેખભાળ રાખવા સાથે અન્ય દેશોની પણ મદદ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *