યુવકનું કારમાં અપહરણ, પોલીસે દૂધેશ્વર વિસ્તારમાંથી મુક્ત કરાવ્યો

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા યુવકનુ 3 લાખની લેતી દેતીમાં અપહરણ કરાયું હતુ જો કે પોલીસને જાણ થઈ જતા દુધેશ્વર વિસ્તારમાંથી તેને છોડાવી લીધો હતો. ઝડપાયેલા આરોપીએ રૃપિયા કઢાવવા પ્રહલાદનગરથી યુવકનું કારમાં અપહરણ કર્યું હતું અને દૂધેશ્વર વિસ્તારમાં લઇ જઇને ગોંધી રાખવાની ધમકી આપીને રૃપિયાની સગવડ કરવાનું કહ્યું હતું. ઘોડાસર વિસ્તારમાં પી.ડી. પંડયા કોલેજ રોડ ઉપર આવેલી સ્મૃતિ દર્શન સોસાયટીમાં રહેતા મિતેષભાઇ.એચ ભાવસારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દૂધેશ્વર વિસ્તારમાં સરકારી લીથો પ્રેસ  પાસે આવેલા ઔડાના મકાનમાં રહેતા ઇશ્વરભાઇ.એમ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અગાઉ સેટેલાઇટ વિસ્તારમાં આઇ.ટી.મેનેજર તરીકે નોકરી કરતાં હતા ત્યારે તેમના મિત્ર દ્વારા આરોપી સાથે ઓળખાણ થઈ હતી અને 3 લાખ રુપિયા ઉછીના લીધા હતાં. બાદમાં નોકરી છુટી જતાં આ રુપિયા પરત નહી અપાતા આરોપીઓ તેનું અપહરણ કર્યુ હતું. આરોપીએ ફરિયાદી યુવકને મળવા માટે પ્રહલાદનગર વિસ્તારમાં બોલાવીને કારમાં લઈ ગયા હતા. દૂધેશ્વર વિસ્તારમાં રહેઠાણના સ્થળે લઇ જઈને રૃપિયા નહી આપે ત્યાં સુધી મકાનમાં ગોધી રાખવાની ધમકી આપી હતી. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *