વડતાલમાં સ્વામિનારાયણ મંદિરમાં ભારે ઉત્સાહ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો

વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ભવ્ય રીતે ઉજવવાયો હતો વડતાલ મંદિરમાં ભારે ઉત્સાહ સાથે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતોએ હરિભક્તો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. ભગવાન શ્રીહરિ, વડતાલ જ્ઞાનબાગમાં સંતો-હરિભકતો સાથે રંગે રમ્યા હતા. તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ ભાવભેર ઉજવાય છે. વિશાળ ચોકમાં ભક્તો પર ફુવારાથી કલર ઉડાડવામાં આવ્યો હતો.આ રંગોત્સવમાં 5 હજાર કિલો રંગબેરંગી ગુલાલ તથા 1000 કિલો ધાણી – ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવાયો હતો તો દેવોને કેસુડાનો વિશેષ શણગાર પણ કરાયો હતો રગં બેરંગી પીચકારીઓનો પણ શણગાર કરીને મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારાયુ હતુ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *