વડોદરા ધર્માંતરણ કેસમાં આરોપી સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન

વડોદરાના ધર્માંતરણઅને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછમાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું છે. જેમાં હાલ પણ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. જેમાં વડોદરાનો સલાઉદ્દીન ડૉ.ઝાકીર નાયકને સાયણમાં મળ્યો હોવાની કબુલાત કરી છે.  સલાઉદ્દીન શેખે ઝાકીર નાયકની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સલાઉદ્દીન શેખે જમ્મુ કાશ્મીરના શબ્બીરને 5 થી 7 લાખ જેટલી રકમ મોકલી હોવાની કબૂલાત કરી હતી. આ રકમ અબ્દુલ્લા ફેફડાંવાળાના કહેવાથી મોકલી હોવાની કબૂલાત કરી છે. આ કેસના બીજા આરોપી મૌલાના ગૌતમ ઉમરે કબૂલ્યું છે કે 1995 થી ડો ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો હતો. તેમજ મર્કઝૂલ મહારફના ચેરમેન મૌલાના બદરુદ્દીન અજમલ થકી ગૌતમ ઉંમર ઝાકીર નાયકના સંપર્કમાં આવ્યો હતો. ઝાકીર નાયક અને ગૌતમ ઉંમર આસામની મુલાકાત લઈ ચુક્યા છે.  બે દિવસની તપાસ અનેક મહત્વની વિગતો બંને પાસેથી કઢાવવામાં સફળતા મળી છે. મૌલાના ગૌતમ ઉમર પ્રથમ દિવસે તપાસમાં સહયોગ આપી રહ્યો નહોતો. પરંતુ બીજા દિવસે એસઆઇટીના અધિકારીઓએ કેટલાક મજબૂત પુરાવા અને કેટલીક એવી વ્યક્તિઓના નામો તેની સામે મૂકી દેતા હવે મૌલાના ગૌતમ ઉમર કબૂલાત કરવા  લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *