કોરોના વાઈરસમાં અનેક જગ્યાએ નાના વેપારીઓ સાથે હેલ્થ કાર્ડના બહાને છેતરપીંડી થવાના અનેક બનાવ સામે આવ્યાં છે. જેમાં પોલીસે હેલૃથકાર્ડ આપવાના કૌભાંડમાં એક વ્યકિતની ધરપકડ કરી છે. પકડાયેલા ઇસનપુરના આરોપીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કેસમાંથી મીન ઉપર છૂટીને નારોલમાં ૧૫ શ્રમિકો પાસેથી રુપિયા પડાવી લીધા હતા. વિમલ ઠાકર નામના આરોપી શાકભાજી સહિતની છૂટક મજુરી કરવાવાળા પાસેથી ૨૫૦ રૃપિયા પડાવતો હતો. એટલું જ નહી વિશ્વાસ સંપન્ન કરવા માટે રૃપિયા ભર્યાની પહોચો પણ આપતો હતો. નારોલ વિસ્તારમાં આરતીબહેન પરમારે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ કરીને વિમલ ઠાકરને ઝડપી લીધો હતો. નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર એસ.એ ગોહિલના જણાવ્યા મુજબ આરોપી પાસેથી ૧૫ લોકોને આપેલી રૃા. ૨૫૦ લેખેની વિન્ગબિઝનેશ હબ નામની આશ્રમ રોડ ઓફિસની પૈસા ભર્યાની પહોચો મળી આવી છે. અગાઉ આ આરોપીએ ગત, ૨૪ મેના રોજ કાંકરિયા જૂના ઢોર બજાર પાસે પણ આ પ્રમાણે ૧૧થી વધુ શ્રમજીવી પરિવાર પાસેથી રૃપિયા ઉઘરાવ્યા હતા આ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જામીન ઉપર છૂટયાના પાંચ દિવસ બાદ ફરીથી નારોલમાં લોકોને શિકાર બનાવ્યાં હતાં.