સુરત: કરિયાણાની દુકાનમાં અફીણનો ધંધો કરતો વેપારી ઝડપાયો

સુરતના શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતા વેપારીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી 4 કિલો અફીણ અને 11.80 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કુલ 16.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉધના ભાઠે હિંગળાજ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય સ્વરૂપસિંહ હિરસિંહ રાજપુત કરિયાણાની દુકાનની આડમાં છેલ્લા 2 વર્ષથી નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજીને મળતા એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના આધારે સ્ટાફે રાત્રે દરોડા પાડીને વેપારીઓ પાસેથી 4 કિલો અપીણ પકડાયું હતું. પોલીસે 4 કિલો અફીણ 4.79 લાખ, અફીણના વેચાણની રકમ 11.80 લાખ, મોબાઇલ સહિત 16.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વેપારીને અફીણનો જથ્થો રાજસ્થાનતી એક વ્યક્તિ બસમાં સુરત આપી જતો હતો. વેપારી એક ગ્રામ અફીણ 2 હજાર રૂપિયામાં વેચતો હતો. મોટેભાગે તેની પાસે અફીણ લેવા માટે મોટે ભાગે રાજસ્થાની ગ્રાહકો જ આવતા હતા. વેપારી ઓળખીતા અને રેગ્યુલર આવતા હોય તેને જ આપતો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *