અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હેલ્થકાર્ડ વગર શાકભાજીની લારી તથા દુકાનો ખુલ્લી રાખી ટોળાં ભેગા કરવા બદલ ત્રણ મહિલા સહિત 51 લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરી છે. પોલીસે નરોડા, દરિયાપુર, ઈસનપુર, શાહીબાગ, સરદારનગર, નારોલ, નિકોલ, મણિનગર,ક્રૃષ્ણનગરમાં હેલ્થકાર્ડ વિના શાકભાજીની લારી તથા કરિયાણાની દુકાનો ખુલ્લી રાખી ટોળા ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા શાકભાજીની લારીવાળા 19 અને કરિયાણાના 32 દુકાનદારોની અટકાયત કરી હતી. અગાઉથી જાહેરાત કરાઈ હતી કે કોઈ પણ ફેરિયા હેલ્થ કાર્ડ લીધા વગર વેચાણ નહીં કરી શકે આમ છતાંય કેટલાંક દુકાનદાર અને ફેરિયાઓએ નિયમનો ભંગ કર્યો હતો.