ચીનમાં શરુ થયેલો કોરોના વાઈરસ હવે ઈટાલીમાં પણ તરખાટ મચાવી રહ્યો છે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના એક લાખથી વધુ કેસ નોધાઈ ચુકયા છે ચીન બાદ સૌથી વધુ ઈટાલીમાં 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. અત્યાર સુધી મૃતકોની સંખ્યા 463 પર પહોચી ગઈ છે. દેશમાં સંક્રમણના 7985 કેસ સામે આવી ચુક્યા છે. ઈઝરાયલથી આવેલા તમામ યાત્રિઓને બે સપ્તાહ સુધી અલગ અલગ કરવામાં આવશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે આ અંગેની જાહેરાત કરી હતી. અહીંયા સંક્રમણના 50 કેસની પુષ્ટી કરાઈ છે. નેતન્યાહૂએ કહ્યું કે, આ એક મુશ્કેલ નિર્ણય છે. પરંતુ, લોકોના હિત માટે જરૂરી છે. ઈઝરાયલે પહેલા ઘણા દેશોમાંથી આવનારા યાત્રિકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. બુધવારે ઈઝરાયલે ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડથી આવનારા યાત્રિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.