દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસને બ્રેક મારવા માટે લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં જે લોકડાઉન પહેલા 10 મેના રોજ પૂર્ણ થવાનું હતું તે હવે 17 મેની સવાર સુધી લાગુ રહેશે.  આ વખતનું લોકડાઉન વધુ આકરૂ રહેશે જેથી સંક્રમણની ગતિને કાબૂમાં લઈ શકાય. દિલ્હીમાં સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરી દેવાશે અત્યાર સુધીમાં લોકડાઉન અને લેવાયેલા પગલાની દિલ્હીમાં સારી અસર જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકાએ પહોંચી ગયો છે. હાલમાં દિલ્હીમાં સૌથી મોટી મુશ્કેલી ઓક્સિજનની અનુભવાઈ. હોસ્પિટલોમાં સામાન્ય દિવસોમાં ઓક્સિજનની જેટલી જરૂર પડે છે તેનાથી અનેક ગણી વધુ જરૂર પડવા લાગી છે છેલ્લા કેટલાક દિવસથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે અને કેન્દ્ર સરકારના સહયોગના કારણે દિલ્હીમાં હવે ઓક્સિજનની સ્થિતિ ખૂબ સુધરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *