ધમાકાનાં રાઈટ્સ અધધ.. 135 કરોડ રૂપિયામાં વેચાયા

કાર્તિક આર્યન સ્ટારર ‘ધમાકા’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર વેચાનારી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની છે. રિપોર્ટ પ્રમાણે, આ મામલે કાર્તિકે વરુણ ધવન અને અક્ષય કુમારને પાછળ છોડી દીધો છે .ધમાકા માટે નેટફ્લિક્સે 135 કરોડ રૂપિયાની ડીલ કરી છે. ધમાકાશરુઆતથી અંત સુધી 24 કલાકની થ્રિલર ફોર્મેટવાળી ફિલ્મ છે. ‘કુલી નંબર 1’(એમેઝોન પ્રાઈમ) અને ‘લક્ષ્મી’(ડિઝ્ની પ્લસ હોટસ્ટાર)ના ડિજિટલ રાઈટ્સ ક્રમશઃ 90 કરોડ રૂપિયા અને 110 કરોડ રૂપિયામાં વેચાયા હતા.કોરોના વાઈરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને હોટેલ બાયો બબલમાં થઈ હતી ધમાકા માટે કાર્તિકે 14 દિવસની તારીખો આપી હતી. શૂટિંગ નક્કી કરેલા સમય કરતાં પહેલાં જ પૂરું થઈ ગયું. કાર્તિક આર્યને સોમવાર, 21 ડિસેમ્બર 2020ના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધમાકા’નો ફર્સ્ટ લુક શૅર પણ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યન અર્જુન પાઠકના રોલમાં જોવા મળશે. જે જર્નલિસ્ટનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન પાઠક મુંબઈ ટેરર અટેકનું લાઈવ કવરેજ કરે છે. ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *