અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનજી મંદિરથી ભાગ્યે જ કોઈ અજાણ હશે . લશ્કરી છાવણીની વચોવચ બિરાજતા હનુમાનજીના દર્શને લોકો મોટી સંખ્યામાં આવે છે તેમાંય જયારે શનિવાર હોય ત્યારે ભકતો દુર દુરથી પગપાળા દર્શને આવે છે આ મંદિરનો ઇતિહાસ પણ અંગ્રેજ શાસન સાથે જોડાયેલો છે. અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતુ. બાદમાં શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું હતુ કહેવાય છે કે મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને કેન્ટમાંથી મંદિર ખસેડવાની વાત કરી હતી પણ આ સમયે પુજારીઓએ ઈન્કાર કરી દીધો હતો. અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ , નાના મંદિરો તોડીને અંતે આ કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો હતો પણ ચમત્કાર થતા જ અહીયા લાખોની સંખ્યામાં કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા હતા
અંગ્રેજ અમલદારે આ ભમરાઓને દુર કરવા માટે એક અઠવાડિયા સુધી મજૂરો મોકલ્યા હતા પણ ભમરાઓએ આ જગ્યા છોડી જ નહી આ જોઈને અંગ્રેજ અમલદારે નાછૂટકે મંદિરને રાખવુ પડયુ અને તેમણે આદેશ પણ કરી દીધો કે આ મંદિર હવેથી અહીયા જ રહેશે દર શનિવારે દુર દુરથી હજારો શ્રધ્ધાળુઓ તો આવે છે પણ હનુમાન જંયતિના દિવસે હનુમાનજીની વિશાળ શોભાયાત્રા નીકળે છે અને તેમના જન્મદિવસ અહી મોટી કેક કાપીને મનાવામાં આવે છે. આ મંદિરમાં સમગ્ર રામાયણના પ્રસંગોને અનોખી રીતે રજુ કરાયાં છે.