અનિલ યાદવનું ડેથ વોરંટ-જેલમાં ફાંસીની તૈયારી શરુ

આરોપી અનિલ યાદવ

સુરતની ૩ વર્ષની બાળા સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપસર ઝડપાયેલા અનિલ યાદવને સેસન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી ફાંસીની સજા કરવા સાથે ડેથ વોરન્ટ ઇસ્યુ કરી દેવાયુ છે અને સાબરમતી જેલમાં ર૯ ફેબ્રુઆરીએ ફાંસી આપવાના હુકમનું ડેથ વોરંટ જેલ સતાવાળાઓને મળી ગયુ છે. નિયમ મુજબ હવે આ હુકમ સામે આરોપી સુપ્રિમ કોર્ટમાં અપીલ અથવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા યાચીકાની અપીલ કરી શકે છે જેને લઈને આ તારીખમાં ફેરફાર થઈ શકે છે. અમદાવાદ-સાબરમતી જેલમાં બહુ વર્ષો અગાઉ ફાંસી આપ્યા બાદ કોઇ ફાંસી અપાઇ ન હોવાથી ફાંસીઘરનું તથા ગાળીયા અને બીજી ટેકનીકલ બાબતોનું ટેકનીકલ નિષ્ણાંત મારફત ચકાસણી કરાવાની પ્રક્રિયા પણ રાજયના જેલ તંત્ર દ્વારા ચાલી રહી છે. બાદમાં ફાંસી આપવા માટે જલ્લાદને સાબરમતી જેલમાં બોલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *