બંગાળી અભિનેતા સૌમિત્ર ચટર્જીનું 85 વરસે નિધન

બંગાળ સુપ્રસિદ્ધ અભિનેતા સૌમિત્ર ચટર્જીનું 85 વર્ષે કોલકાતા ખાતે નિધન થયુ હતું. છ ઓક્ટોબરે કોવિડ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમય જતા કોરોના સંક્રમણ સામે જીત મેળવી લીધી હતી, પરંતુ સ્વાસ્થ નબળુ પડતુ ગયુ હતુ. સૌમિત્ર ચટર્જી બંગાળના દિગ્ગજ અભિનેતા હતા, તેમણે 1959માં સત્યજીત રેની અપૂર સંસારથી ફિલ્મ કારકિર્દીની શરુઆત કરી હતી. ચટર્જીએ બે વાર પદ્મશ્રી પુરસ્કાર લેવાથી ઇનકાર કર્યો હતો અને 2001માં રાષ્ટ્રીય પુરસ્કાર લેવાથી પણ ઇનકાર કર્યો હતો. તેમણે જૂરીના વલણથી દુખી આ પગલા ઉઠાવ્યા હતા. 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સૌમિત્ર ચટર્જીએ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાનુ ટાળ્યુ હતું. તેમણે ક્યારે પણ બોલીવૂડની ઓફર્સનો સ્વીકાર કર્યો ન હતો. કારણ કે તેમનુ માનવુ હતું કે પોતાના અન્ય સાહિત્યિક કામો માટે તેમની આઝાદી છીનવાઇ જશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *