મારાડોનાની અંતિમ યાત્રામાં ચાહકો ઊમટી પડ્યા

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડીએગો મારાડોનાના અંતિમ સંસ્કાર ગુરુવારે તેમના 25 જેટલા નજીકના મિત્રો અને સંબંધિઅોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. પરંતુ તેને અંતિમ વિદાય આપવા માટે રાજધાની બ્યુનસ આયર્સના રસ્તા પર ચાહકો મોટી માત્રામાં ઊમટી પડ્યાં હતા. ગુરુવારે મારાડોનાના કોફિનને અાર્જેન્ટિનાના રાષ્ટ્રધ્વજ અને ફૂટબોલ જર્સીમાં લપેટવામાં આવ્યું હતું. મારાડોનાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યું હતું. બપોર સુધીમાં અંતિમ દર્શન માટે લગભગ 1 કિલોમીટર જેટલી લાઈન લાગી હતી. ભીડને જોઈ પોલીસે પેલેસ બંધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ અને ચાહકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ માટે પોલીસને ટિયરગેસ અને રબરની બુલેટનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. મારાડોનાના ચાહકો અંદર જવા માટેની રાહ જોતા હતા ત્યારે ગીત ગાઈ રહ્યાં હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. કેટલાક રડી રહ્યાં હતા અને એકબીજાને ગળે લગાવી રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *