દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની લડાઈ હવે આરપાર પહોચી ગઈ છે એક તરફ જંગી સભાઓ,રોડ શો યોજાઈ રહ્યાં છે તો બીજી તરફ ઘોષણાપત્રમાં વાયદાનો વેપાર શરુ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ મંગળવારે બહાર પાડેલા મેનિફેસ્ટોમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુનાની ગેરંટી આપી છે સાથોસાથ ગરીબ લોકો માટે હવે રેશન ડોર સ્ટેપ ડિલિવરી સેવાની જાહેરાત કરી છે. એટલુ જ નહિ તેમની સરકાર બનશે તો સ્વરાજ બિલ લાવવાની ખાતરી પણ આપી છે. રાશન હોમ ડીલીવરીનો આ વાયદો દિલ્હીમાં સૌ પ્રથમ વાર આપે કર્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલે ‘કેજરીવાલ કા ગેરન્ટી કાર્ડ’ જારી કર્યું હતું. તેમા રાજધાનીના દરેક નાગરિકોને 200 યુનિટ વીજળી, મહોલ્લા માર્શલ અને 24 કલાક સ્વચ્છ પાણી આપવાનું વચન આપ્યું હતું. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે જ્યારે 11મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે.