ગુજરાત એસીબીએ ખેત તલાવડી કૌભાંડની તપાસમાં ઝડપાયેલા મદદનીશ નિયામક પ્રવિણ પ્રેમલએ વસાવેલી 10.54 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. આ રકમમાંથી કેટલીક રકમ તેણે તેના પુત્ર ચિરાગના ખાતામાં જમા કરાવી હતી બાદમાં થોડા સમય બાદ પત્નીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. તેમના બેંક ખાતામાંથી 4.26 કરોડની રકમ તેમના સગાસંબંધીઓને ચેકથી ટ્રાન્સફર કરી હતી નોટબંધીના સમયે 45.75 લાખ રકમ બેંકમાં જમા કરાવી હતી. મદદનીશ નિયામક પ્રવિણ પ્રેમલે પોતાના સંતાન, પત્ની અનેસગાવ્હાલાઓના નામે ફલેટ, દુકાન, બીએમડબલ્યુ કાર, રેસ્ટાંરા સહિતની 32 જેટલી પ્રોપર્ટી વસાવી હતી. તેમની સામે કુલ 21 ગુના જમીન વિકાસ નિગમ લિ.માં ઝડપાયેલા 56 લાખની રોકડ બાદ નોધાયાં હતા. જેમાં ખેડૂતો માટે ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાના હતા પણ તમામ સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કરીને મોટાભાગની રકમ ચાઉ કરી ગયાં હતા.