રશિયાએ 6000 કીમી રેન્જની બનાવી હાઇપરસૉનિક મિસાઇલ

રશિયાની સૌથી મોટી લશ્કરી તાકાત અવનગાર્ડ હાઈપર સોનિક મિસાઈલ

અમેરિકા અને રશિયા બન્ને વારંવારં પોતાની લશ્કરી તાકાતનુ શકિત પરિક્ષણ બતાવી રહ્યાં છે ત્યારે રશિયાએ વિશ્વની સૌ પ્રથમ 6000 કીમી રેન્જની હાઈપર સોનેિક મિસાઈલ બનાવીને લશ્કરી તાકાતનો પરચો બતાવી દીધો છે અને હાલમાં હાઇપરસૉનિક મિસાઇલ્સનો પ્રથમ જથ્થો લશ્કરી સેવામાં એકટીવ થઈ ગયો છે .રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનનું કહેવું છે કે ન્યૂક્લિયર હથિયારોનું વહન કરવા સજ્જ હાઇપરસૉનિક મિસાઇલ અવાજની ગતિ કરતાં 20 ગણી વધારે ઝડપ ધરાવે છે જેનાથી રશિયાને સૌથી આગળની હરોળમા આવી ગયું છે . ડિસેમ્બર 2018માં અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. અવન ગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલની ગ્લાઇડ સિસ્ટમની ખાસિયત પર નજર કરીએ તો જરા પણ અવાજ કર્યા વિના ટાર્ગેટ તરફ સીધી આગળ જઈને નિર્ધારિત ટારગેટ પર ત્રાટકે છે .પુતિનનો દાવો છે કે આ મિસાઇલ સિસ્ટમ વર્તમાન અને ભવિષ્યની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો પરિવેશ બદલી નાખશે. કોઈ પણ દેશ પાસે આ પ્રકારના ઘાતક હાઇપરસૉનિક શસ્ત્રો નથી. રશિયાની લશ્કરી પાંખે 2 મેગાટન સુધી ન્યૂક્લિયર હથિયારો વહન કરી શકતી આ મિસાઇલનો વીડિયો પણ પ્રસારિત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *